જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મિત્રના ઘરે જઈ મિત્રએ ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. સીટી બી ડીવીજન પોલીસે બનાવનું કારના જાણવા માટે પરિવારજનો અને મૃતકના મિત્રના નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર છ માં આવેલ સોહમ એપાર્ટમેન્ટ મકાન નં.ર માં રહેતા મિત્રના દીક્ષીત ભરતભાઇના માસીના મકાનમાં ઘરે જઈ રાજેશ હરેશભાઈ ગઢિયા ઉવ ૨૫ નામના યુવાને રસોડાનો દરવાજો અંદરથી બંધ કરી, છતમાં લગાડેલ લોખડના હુક સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગાળા ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા મિત્રએ તેના પરિવારજનોને જાણ કરી હતી. જેને પગલે તેના પિતા સહિતનાઓ પટેલ કોલોની વિસ્તારમાં ઉપરોક્ત સ્થળે પહોચ્યા હતા. નાગેશ્વ્રર પાર્ક,જુના નાગના રોડ,નવડેરી પાછ્ળ રહેતા યુવાનને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. સીટી બી ડીવીજન પોલીસે મૃતકના મિત્રો અને તેના પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.