મોરબી જિલ્લો નશીલા પદાર્થોની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બની રહ્યો હોય તેમ અગાઉ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયા બાદ તાજેતરમાં મેસરિયા ચેક પોસ્ટ પાસેથી ચાર કિલો ગાંજો ઝડપાયો હતો જે ઘટના હજુ તાજી છે ત્યારે વાંકાનેર માર્કેટ ચોક નજીકના રહેણાંક મકાનમાં દરોડો કરીને પોલીસે સાડા 6 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચી લીધો છે
વાંકાનેર સીટી પોલીસ અને એસઓજી ટીમે બાતમીને આધારે માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક પાસેની શેરીમાં રહેતા ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુભાઇ ત્રિભોવનભાઈ જોબનપુત્રા (ઉ.વ.65) ના રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગાંજો 6.5 કિલો કિંમત રૂ 65,000 મળી આવતા પોલીસે ગાંજો અને અન્ય મુદ્દામાલ કિંમત રૂ 3100 મળીને કુલ રૂ 68,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
જે ગુન્હામાં અન્ય આરોપીઓ મનોજ જૈના રહે સુરત અને હસમુખ ઉર્ફે રાજુ બચુભાઇ બગથરીયા રહે રાજકોટ વાળાના નામ ખુલતા બન્ને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવી છે