Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા બનાવટી લાઇસન્સના ગુનાના કામે છેલ્લા સાત માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને પકડી પાડની અમરેલી રૂરલ પોલીસ ટીમ

હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી કે,જે,ચોધરી, ઇન્ચા.પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૦૯૪/૦૨૨ IPC કલમ ૪૦૬,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબના ગુનાના છેલ્લા સાતેક માસથી નાસતો-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
ગુનાની ટૂંક વિગત
આ કામે મજકુર આરોપી કોઇ કાયદેસરનું ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા ન હોવા છતા, ઓનલાઇન ડ્રાઇવીંગ લાઇસન્સ, ઓનલાઇન ફેસલેસ સેવા માધ્યમથી બેકલોગ (ઓફલાઇન ડેટાને ઓનલાઇન કરવા) કોઇ પણ રીતે પોતે અથવા બીજા કોઇ વ્યકિતના માધ્યમથી પોતે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા નહીં હોવા છતા પોતાનું બનાવટી લાઇસન્સ બનાવી અગર તો પોતાની અરજીમાં ખોટા ડ્રાઇવીંગ લાઇસન્સના નંબરો નાંખી, શ્રીસરકારને ઠગવાના ઇરાદે, ખોટા ડ્રાઇવીંગ લાઇસન્સ ઓનલાઇન ફેસલેસ ફેસેલીટી અંતર્ગત પરીવહન વેબસાઇટના સારથી પોર્ટલ ઉપર અપમાણિક રીતે, પોતાના નામનું બનાવટી ડ્રાઇવીંગ લાઇસન્સ જે પ્રથમ દ્રષ્ટીએ ખરા હોય તેવા બનાવી, બનાવટી રેકર્ડને અપલોડ કરી, ખરા તરીકે ઉપયોગ કરી, સરકારશ્રી સાથે અપ્રમાણિક અને કપટપૂર્વક ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય.

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત

માનવભાઇ સાઓ ભાવેશભાઇ લાલજીભાઇ સોળીયા ઉ.વ.૨૨ ધંધો.ઓનલાઇન કામગીરી રહે, અમરેલી હનુમાનપરા, શેરી નં.૦૬ જી.આઇ.ડી.સી. સામે તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અમરેલી, શ્રી કે,જે,ચૌધરી, સાહેબ નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ. તથા (૧) હરેશસિંહ દાનસિંહ પરમર એ.એસ.આઇ. (૨) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ. (૩) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો.કો. (૪) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કો. (૫) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ. દ્વારા કરવામાં આવેલ છે.

संबंधित पोस्ट

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

અંકલેશ્વર માં લોકડાયરા વચ્ચે હવામાં ફાયરિંગ કરતો એક યુવાન નજરે પડ્યો

Karnavati 24 News

પૌત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાની લાલચે વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin