Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

કોર્ટના બિનજામીન વોરન્ટ અને હાજર રહેવાના આદેશના અનાદર કેસમાં મંગળવારે દમણના મુખ્ય ન્યાયધિશે જિલ્લા પંચાયતના માજી પ્રમુખને દોષી જાહેર કરીને ચાર વર્ષ કેદની સજા અને 25 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વાપી દમણ મુખ્ય માર્ગ પર ડાભેલના વિશાલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગત 1લી એપ્રિલ 2018ની રાત્રીએ અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરીને ભીમપોરના બે મિત્ર અજય રમણભાઇ પટેલ ઉર્ફે માંજરો અને ધીરેન્દ્ર ઉર્ફે ધીરૂ પટેલની હત્યા કરી હતી. આ કેસમાં દમણ પોલીસે આઇપીસી 341, 302 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરી છે જેમાં 13 જયુડિશિયલ કસ્ટડીમાં છે. ડબલ મર્ડરની તપાસમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા જગુભાઇ પટેલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેની અને સાગરિતોની ધરપકડ કરી હતી.

જોકે, ધરપકડ અગાઉ સુખો જિલ્લા પંચાયતની કચેરીમાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે પ્રોકલેમેશન મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. દમણ કોર્ટે આરોપી સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા હતા જેમાં પણ આરોપીએ કોર્ટનો અનાદર કર્યો હતો. દમણ પોલીસે આઇપીસી 174 એ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર દેશપાંડેની દલીલ, સાક્ષી અને નિવેદનને ધ્યાનમાં રાખીને કોર્ટે મંગળવારે આરોપી સુરેશ ઉર્ફે સુખા પટેલને કોર્ટ કાર્યવાહીના અનાદર બદલ દોષી જાહેર કરીને 4 વર્ષની સખત કેદની સજા અને 25 હજારનો દંડની સજા સંભળાવી હતી.જોકે, હજુ હત્યા કેસનો ચૂકાદો બાકી છે.

संबंधित पोस्ट

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

ઉનાના નાંઠેડ ગામમાં ઢોર માટે ઢાળિયુ બનાવતા આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

ओपेक के तीन डॉक्टर पर सामूहिक दुष्कर्म का आरोप, मुकदमा दर्ज़

Admin

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

Karnavati 24 News

पंजाब पुलिस ने बीएसएफ के साथ संयुक्त अभियान में तरनतारन से तीन किलो हेरोइन और एक पिस्तौल की बरामद

Admin

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News