Twitter New Feature: ટ્વિટર તેના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ રોલઆઉટ કરતું રહે છે. હાલમાં જ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર TikTok જેવું એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનું નામ ટ્વીટ ટેક(Tweet Take) રાખ્યું છે.
ટ્વિટર તેના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ રોલઆઉટ કરતું રહે છે. હાલમાં જ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર TikTok જેવું એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનું નામ ટ્વીટ ટેક(Tweet Take) રાખ્યું છે. ટ્વિટરે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. આ નવા ફીચર દ્વારા કંપની તેના યુઝર્સને ‘ક્વોટ ટ્વીટ વિથ રિએક્શન'(Quote Tweet With Reaction)ની સુવિધા આપશે. આવો જાણીએ આ ફીચર વિશે સમગ્ર વિગત.
iOS બીટા વર્ઝન માટે રોલ આઉટ થશે-
હાલમાં, યુઝર્સને તેમના ક્વોટ સાથે કોઈપણની ટ્વિટનો જવાબ આપવા માટે ક્વોટ ટ્વિટ વિકલ્પ પર ક્લિક કરવું પડતું હતું. પરંતુ હવે તમે એ જ ક્વોટ રિપ્લાયમાં તમારા ફોટો અથવા વીડિયો સાથે જવાબ પણ આપી શકશો. તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શક્શો તે પણ જણાવાયું છે.
‘ક્વોટ ટ્વીટ વિથ રિએક્શન’ (Quote Tweet With Reaction) ફીચર હાલમાં iOS બીટા વર્ઝન પર રિલીઝ કરવામાં આવ્યું છે. એટલે કે આ સમયે iOSના બીટા યુઝર્સ આ નવા ફીચરનું પરીક્ષણ કરશે. ત્યારપછી આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ સહિત અન્ય તમામ યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે.
ટ્વિટરનું નવું ફીચર-
ટ્વિટરનું આ નવું ફીચર ટિકટોકના ફીચર જેવું જ છે, જેમાં યુઝર્સ કોઈના વીડિયોનો જવાબ પોતાના ફોટો કે વીડિયોથી આપી શકે છે. ટ્વિટર પણ આવા મજેદાર ફીચરને રજૂ કરીને તેના યુઝર્સને તેના પ્લેટફોર્મ સાથે કનેક્ટ રાખવા માગે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્વિટરનું આ નવું ફીચર યુઝર્સને કેટલું પસંદ આવે છે.
Tweet reaction videos can now start on Twitter!
Testing on iOS: when you tap the Retweet icon, choose “Quote Tweet with reaction” to create and customize your very own Tweet Take –– a reaction video (or photo) with the Tweet embedded. pic.twitter.com/1E30F8rKYh
— Twitter Support (@TwitterSupport) January 6, 2022
તમને જણાવી દઈએ કે ટ્વિટરનું આ નવું ફીચર તેના જૂના ફીચર Fleets જેવું છે. ફ્લીટ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જેવું જ હતું, જેમાં યુઝર્સ તેમની ગેલેરીમાંથી કોઈપણ ફોટો કે વીડિયો ટ્વીટ કરી શકતા હતા અને તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ 24 કલાક પછી અદ્રશ્ય થઈ જતા હતા. જોકે, ટ્વિટરે ગયા વર્ષે ઓગસ્ટ 2021માં આ ફીચરને લોન્ચ કર્યાના 8 મહિના બાદ જ બંધ કરી દીધું હતું. હવે આ વખતે ટ્વિટર ફ્લીટ્સની જેમ જ એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે અને તેને ટ્વીટ ટેક નામ આપવામાં આવ્યું છે.