Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

ગાંધીનગરઃ મોદી સકરાર જાહેર ક્ષેત્રોનું હવે ખાનગીકરણ કરી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી જેવી કંપનીના હાથમાં સોંપવામાં આવ્યું છે. જ્યારે ગ્રાહકોની સુરક્ષા અને તેમને હવાઈ મુસાફરી કરવામાં તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા છે.અને વધુ લોકો જોડાય તે માટેના ઓથોરિટી તરફથી પ્રયાસો ચાલુ છે.

અગાઉ રેલવે સ્ટેશનની માફક એરપોર્ટ પર પણ મુસાફરોને પોતાની રિક્ષામાં બેસાડવા માટે રિક્ષાચાલકો છેક ટર્મિનલ સુધી પહોંચી જતા હતા અને નજીક જઈને બુમાબુમ કરતા હોવાથી મુસાફરો અકળાઈ જતા હતા. આ પરિસ્થિતિ અને આ અંગેની મળેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને અમદાવાદ એરપોર્ટનું  સંચાલન શરૂ કરનારા અદાણી ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે મુસાફરોને લાવવા- લઈ જવા માટે પિક અપ પોઇન્ટ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કર્યા હતા. તેમ છતાં કેટલાક રિક્ષાચાલકો તેનું પાલન કરતા નહિ હોવાની સાથે અમુક લોકો આર.સી.બુક, લાયસન્સ પણ ધરાવતા નહિ હોવાની ફરિયાદો મળી હતી.

તેને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ મુસાફરોની સલામતિ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રિપેડ રીક્ષા સર્વિસ શરૂ કરી હતી. તેમાં જોડાવવા માટે રિક્ષાચાલકે એકપણ રૂપિયો આપવાનો ન હતો. પરંતુ તેમણે વેકસીન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, રિક્ષાની આર.સી.બુક, ડ્રાયવરનું લાયસન્સ સહિતના જરૂરી સરકારી દસ્તાવેજો આપવાના હતા. તેની સામે ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિક અપ સ્ટેન્ડ ઉભું કર્યું હતું. એટલું જ નહીં તેમને યુનિફોર્મ, યોગ્ય તાલીમ, સેફટી શૂઝ આપ્યા હતા.

નવી શરૂ કરાયેલી સર્વિસ પ્રમાણે પિક અપ સ્ટેન્ડ પર કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં ક્રમવાઇઝ રિક્ષાચાલકોને મુસાફર આપવામાં આવે છે અને મુસાફરોએ નિયમ પ્રમાણેનું ભાડું કાઉન્ટર પર ઓનલાઈન કે અન્ય પદ્ધતિથી ચૂકવવાનું રહે છે. તેની સામે કાઉન્ટર પરથી મુસાફરને રસીદ આપવામાં આવે છે. તે રજૂ કરતા કાઉન્ટર પરથી રિક્ષાચાલકને રકમ ચૂકવી દેવામાં આવે છે.

આ સર્વિસમાં અત્યારસુધીમાં 200થી વધુ લોકો જોડાયા છે. જોકે હજુ કેટલાક લોકો દ્વારા આ સર્વિસમાં જોડાયા નથી અને હજુ પણ જૂની પદ્ધતિ પ્રમાણે ટર્મિનલ સુધી પહોંચી જતા હોવાની ફરિયાદ ને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ તેને રોકવા માટે ટર્મિનલ પાસે સિક્યોરિટી મૂકવામાં આવી છે. પરંતુ તેમની સાથે રિક્ષાચાલકો ઘર્ષણ કરે છે. ઘણી વખત પોલીસ પણ બોલાવવી પડતી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

શુ કહે છે એરપોર્ટ ઓથોરિટી?

સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રિય વિમાની મથકના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ઉપર આવતા પ્રવાસીઓને અવારનવાર બિનનોંધાયેલ રીક્ષા ચાલકો સાથે બિનજરુરી વાદવિવાદમાં ઉતરવું પડે છે. પ્રવાસીઓની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. આ હેતુથી અમે પ્રવાસીઓ અને મુલાકાતીઓને ઓટોરીક્ષા ચાલકોની સતામણી ના થાય તે માટે આ રીક્ષા ચાલકોને આવા વર્તનથી દૂર રાખવા સલામતિ અધિકારીઓને ફરજ ઉપર મૂક્યા છે.

આ સાથે અમે આ ઓટોરીક્ષા ચાલકોને પોતાને પ્રિપેડ રીક્ષા સર્વિસ પ્રોવાઇડર તરીકે નામ નોંધણી કરાવવા અપીલ કરીએ છીએ. જો કે અમારા ધ્યાને આવ્યું છે કે આ રીક્ષા ચાલકો પ્રિપેડ ઓટોરીક્ષા સર્વિસ પ્રોવાઇડર તરીકે નામ નોંધણી માટે જરુરી અને મૂળભૂત દસ્તાવેજો રજૂ કરવામાં અને તેઓની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને તેઓએ એરપોર્ટના ઉપભોક્તાઓની સતામણી કરવાનું ચાલુ રાખ્યું છે. આ સતામણીનો અંત લાવવા અમે પોલીસ વિભાગની મદદ માંગી છે.

संबंधित पोस्ट

સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ

Gujarat Desk

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

Karnavati 24 News

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News

વડોદરા હિટ એન્ડ રન કેસ: વડોદરા પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

Gujarat Desk
Translate »