પોરબંદરનાં તુંબડા હનુમાન મંદિર પાસે રહેતા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લીમડાચોક વિસ્તારમાં રહેતા એક શખ્સનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. તેવી ખોટી વિગત આપતાં પોલીસે આ શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધી છે.
પોરબંદરનાં તુંબડા હનુમાન મંદિર પાસે રહેતા લખમણ માલદે પરમાર નામનાં શખ્સે પોલીસ કંટ્રોલ રૂમનાં ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પોલીસને એવી વિગત આપી હતી કે લીમડા ચોકમાં રહેતા અશ્વીન નામના વ્યકિતનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. આ વિગત મળતાં પોલીસ તાત્કાલીક લીમડાચોક વિસ્તારમાં રહેતા અશ્વીનભાઇ નામનાં વ્યકિતના ઘરે પહોંચી હતી. તપાસ કરતાં દારૂની કોઇ ગાડી ઉતરતી ન હતી. લખમણ માલદે પરમારે રાગદેશ રાખીને ખોટી માહિતી આપી હોવાનું પોલીસનાં ઘ્યાન ઉપર આવતાં પોલીસે લખમણ માલદે વિરૂઘ્ધ ખોટી માહિતી આપવા અંગે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આ અંગેની તપાસ ઉધોગનગર પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ મોઢવાડીયા તપાસ ચલાવી રહયાં છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લીમડાચોક વિસ્તારમાં રહેતા એક શખ્સનાં ઘરે દારૂની ગાડી ઉતરી રહી છે. તેવી ખોટી વિગત આપતાં પોલીસે આ શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધી છે.
