Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન રાણીપ અમદાવાદ ખાતે કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમને મીડિયા સમક્ષ મતદાનને લઈને મહત્વની વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ મીડીયા સમક્ષ મતદાન બાદ કહ્યું કે, લોકતંત્રનો આ ઉત્સવ ગુજરાતના મતદારો માટે મહત્વનો છે. લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરીકોને હ્દયથી અભિનંદ અને ધન્યવાદ આપું છું.

હું ઈલેક્શન કમિશનનો પણ શુભેચ્છા આપું છું. તેમને સાનદાર રીતે વિશ્વમાં ભારતની લોકતંત્રની વિશેષતા ચૂંટણીને લઈને મહત્વનું કામ કર્યું છું. હું ઈલેક્શન કમિશનનો પણ આભાર માનું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું. તેમને આ લોકતંત્રના ઉત્સવને આનબાન સાથે ઉજવ્યો છે. ગુજરાતની જનતામાં નિરક્ષીર વિવેક છે. સત્ય છે તેને સ્વિકારે છે. આજે બધા મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે જેથી હું ગુજરાતન મતદાતોનો આભાર માનું છું. તેમ પીએમ મોદીએ રાણીપથી મતદાન કરીને બહાર આવીને મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અમદાવાદમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રાણીપ ખાતે વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. 2022ના ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે પીએમ ગઈકાલે સાંજે જ બીજા તબક્કાના મતદાન માટે આવી પહોંચ્યા હતા ત્યારે આજે સવારમાં તેમને તેમનો કિંમતી મત આપ્યો હતો.  વડાપ્રધાન મોદીએ અમદાવાદની રાણીપાણી નિશાન શાળામાં મતદાન કર્યું હતું. જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી.. મોદી..ના નારા પણ લગાવ્યા હતા.

संबंधित पोस्ट

આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ-સલામતી સાથે ચૂંટણીઓ યોજાય એ માટે બેઠક યોજાઇ

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

નીતીશ કુમાર બોલ્યા- ‘દરેક સમસ્યાનું થશે સમાધાન; તેજસ્વીએ કહ્યું- બિહારમાં વાતાવરણ સારું છે

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

Admin

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

Translate »