



નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સૌથી વધારે મોબાઈલની ખપત થાય છે. ભારતમાં રોજે રોજ નવા નવા સ્માર્ટફોન લોન્ચ થતાં રહે છે. અત્યારે સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા ફોન માર્કેટમાં લાવતી રહે છે. ત્યારે મોટોરોલા કંપની પણ ગ્રાહકોને આકર્ષવા માટે Moto Edge X30 સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કરશે. આ સ્માર્ટપોન બીઆઈએસ સર્ટિફિકેશન ઉપર દેખાશે.
મોટોરોલાના અધિકારીઓ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે પરંતુ લિસ્ટિંગથી ફોન અંગે વધારે માહિતી મળી નતી. પરંતુ ચીનમાં આ ફોન લોન્ચ થયા બાદ આની પુરી સ્પેસિફિકેશન્સ અને કિંમત અંગે વાત કરીશું.
ફોનના આવા છે ધાંશુ ફિચર્સ
આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ થનારા મોટો એજ એક્સ 30 ફોનમાં ધાશું ફિચર્સ જોવા મળશે. ફોનમાં 144Hz રિફ્રેશ રેટ, 576Hz ટચ સેપલિંગ રેટ, 2400×1080 પિક્સલ રિજોલ્યુશન, 100 ટકા DCI-P3 કલર સરગમ, HDR10+, પંચ હોલ કટઆઉટ અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટની સાથે 6.7 ઈન્ચ OLED FHD+ ડિસ્પ્લે છે.
કનેક્ટિવિટી માટે આવા છે ફિચર્સ
સુરક્ષા માટે પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી ફિચરમાં ચાર્જિંગ અને ડેટા સિંક માટે 5જી, 4જી એલટીઈ, વાઈફાઈ 6ઈ, એનએફસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઈપ-સી પોર્ટ સામેલ છે.
સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 60MPનો સેલ્ફી કેમેરા
કેમેરોની વાત કરીએ તો Moto Edge X30માં પાછળ ટ્રીપલ કેમેરા છે. જેમાં f / 1.88 અપર્ચર વાળો 50MPનો પ્રાઈમરી OV50A40 સેન્સર, 5MPનો અલ્ટ્રા-વાઈડ-એંગલ લેન્સ અને 2MPનું ત્રીજું સેન્સર છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 60MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. જેનું કુલ માપ 163.56 X 75.95 X 8.49 મિની અને વજ 194 ગ્રામ છે.