કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૦૬/૦૧/૨૦૨૨ ગુરૂવારના રોજ ૨૧.૩૦ કલાકે મોટા થાવરીયા ખાતે આર્મીમાંથી નિવૃત થયેલ સૈનિકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૦૭/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ખારવા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં, ૧૧:૦૦ વાગ્યે માર્કેટ યાર્ડ હાપા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. તદઉપરાંત મંત્રી ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી ૧૭:૦૦ કલાકે સરકીટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ૧૮:૦૦ કલાકે મંત્રી ચાવડા ગામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. તા. ૦૯/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે મંત્રી રણજીતનગર પટેલ સમાજ ખાતે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન આયોજીત કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.