Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી યોજાનારા “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે રાજય સભાના સાંસદ જુગલજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આરોગ્યલક્ષી સેવાઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોરે આજે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આવનારી પેઢી કુપોષણમાંથી મુકિત મેળવી સશકત બને અને સશકત ભારતનું નિર્માણ થાય તેમ માટે કેન્દ્ર અને રાજય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની રાજય સરકાર બાળકને ગર્ભથી જ સશકત બને તે માટે અનેક પ્રકારના પગલાઓ લઇ રહિ છે. આજે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજયમાં અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પો અને તેની લગતી સેવાઓ, સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહારની કિટો થી લઇને જરૂરીયાતમંદ કુટુંબોને પીએમજય કાર્ડના લાભો સ્થળ પર આપવામાં આવી રહયાં છે. આનાથી દરેક વ્યક્તિ શાંતિથી અને સુખેથી તેઓનું જીવન ધોરણ ઉંચુ લાવી શકશે અને ગરીબ કુટુંબોની આજીવનની બચત દવાઓના ખર્ચમાં વપરાતી બચી જશે. સમગ્ર ભારતના ગામડાઓમાં પણ ઘરે ઘરે જઇને બાળકોની ઉંમરના હિસાબે તેઓનું વજન અને ઉંચાઇ જેવા જરૂરી આરોગ્યલક્ષી માપદંડોની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે. આજે ખેડા જિલ્લામાં આરોગ્ય યુનિટોમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકી સ્વચ્છ આરોગ્ય કેન્દ્રોની વાત ઉપર ભાર મૂકવામાં આવી રહયો છે. તેઓએ જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ કે જે કોરોનાની રસી લેવા હકકદાર છે તેઓએ રસી લઇ લેવી જોઇએ જુગલજી ઠાકોરએ ચકલાસી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લઇ રકતદાતાઓની સેવાને બિરદાવી હતી. કલેકટર કે.એલ.બચાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ૩૮૭ હેલ્થ યુનિટોની સંપૂર્ણ સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ચકલાસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કઠલાલ અને ડાકોર ખાતે મોતિયાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માટે આજે જે નવ જેટલા મોબાઇલ હેલ્થ વાનની સેવાઓ મળશે તેનાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાઓને ખુબ જ લાભ થશે. તેમજ પીએમ જય કાર્ડ નો લક્ષ્યાંક ખુબ ઝડપીથી પ્રાપ્ત કરી આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો કરવામાં આવશે. માતર મત વિસ્તારના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. કાર્યકમની શરૂઆતમાં જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયાએ સૌનું સ્વાગત કર્યુ હતું. જયારે આઇ.સી.ડિ.એસના અધિકારી આશાબેન બ્રહ્મભટ્ટે આભાર દર્શન કર્યું હતું. આ કાર્યકમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રમણભાઇ ગોહિલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, આશાવર્કર બહેનો, તાલુકા હેલ્થ ઓફીસર વિપુલભાઇ અમીન સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.આરસીએચ અધિકારી એપેડેમીક મેડીકલ ઓફીસર, કવોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફીસર તાલુકા હેલ્થ ઓફીસર નડીઆદ હાજર રહયા હતા.

संबंधित पोस्ट

કણૉવતી 24 ન્યુઝ ચેનલના કુંકાવાવ-વડીયા તાલુકાના રીપોટર પત્રકાર પ્રકાશભાઇ જી.

Karnavati 24 News

 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરાયાઃ

Karnavati 24 News

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

વ્યારામાં વર્ષોથી ઓવર બ્રિજનું કામ અધ્ધરતાલ, ભારતીય હિતરક્ષક પાર્ટીએ કહ્યું,સરકારની નાકામી

Karnavati 24 News

શેરબજાર:સેન્સેક્સ 317 અંક ઘટ્યો, નિફ્ટી 17000ની નીચે; વિપ્રો, SBIના 4tdsfdsfdsf

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin