Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
देश

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની બહેરીન મુલાકાત સાંસ્કૃતિક સંબંધોથી માંડીને સુરક્ષા સહયોગને વેગ આપશે

નવી દિલ્હી,

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે બહેરીનના બે દિવસીય પ્રવાસનો પ્રારંભ મનામાના ઐતિહાસિક 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરની મુલાકાત સાથે કર્યો હતો. આ મંદિર ભારતના બહેરીન સાથેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોનું પ્રતિક છે અને તે બંને દેશો વચ્ચેના ઇતિહાસ અને લોકો વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે.

ડૉ. એસ. જયશંકરે બહેરીનના સમકક્ષ ડૉ. અબ્દુલ્લાતિફ બિન રાશિદ અલ ઝાયની સાથે ચોથા ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગ (HJC)ના સહ-અધ્યક્ષ તરીકે 8 અને 9 ડિસેમ્બરે બહેરીનની મુલાકાત લીધી હતી. મંત્રી સ્તરીય બેઠકમાં ભારત-બહેરીન સંબંધોના તમામ પાસાંઓની સમીક્ષા કરવામાં આવી હતી અને વેપાર, રોકાણ, ઊર્જા, ટેક્નોલૉજી અને આરોગ્ય સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રીની બહેરીનની મુલાકાતનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ આ વર્ષના 20મા IISS મનામા સંવાદમાં ભાગ લેવાનો હતો. સંવાદનો વિષય હતો- ‘પ્રાદેશિક સમૃદ્ધિ અને સુરક્ષાને આકાર આપવા માટે મધ્ય પૂર્વ નેતૃત્વ’. સંવાદ પેનલમાં ડૉ. જયશંકર ઉપરાંત, બહેરીનના વિદેશ મંત્રી ડો. અલ ઝાયની અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટૉમસ પોજર સામેલ હતા. મનામા સંવાદને સંબોધતા ડૉ. એસ. જયશંકરે આર્થિક સંબંધો, રાજકીય જોડાણ, કનેક્ટિવિટી પહેલ અને સુરક્ષા સહયોગ વધારવા માટે ભારતના પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

ડૉ. જયશંકરે ભારતની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉચ્ચ-સ્તરીય બેઠકો પણ યોજી હતી. તેમણે ભારત અને ચેક રિપબ્લિક વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજદૂત ટૉમસ પોજર સાથે મુલાકાત કરી હતી. ડૉ. જયશંકરે પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ઓપરેશન યૂનેવફોર એસ્પાઈડસ (EUNAVFOR ASPIDES)ના કમાન્ડર, રિયર એડમિરલ વેસિલિઓસ ગ્રિપરિસ સાથે પણ ચર્ચા કરી હતી. ઓપરેશન યૂનેવફોર એસ્પાઈડસ એ યુરોપિયન યુનિયન (EU) લશ્કરી કામગીરી છે, જેનો હેતુ લાલ સમુદ્ર અને અખાતમાં હુમલાઓથી વ્યાપારી જહાજોનું રક્ષણ કરવાનો છે.

આ ઉપરાંત, વિદેશ મંત્રીએ ભારત અને બ્રિટન વચ્ચે બહુ-પરિમાણીય સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવા માટે બ્રિટિશ શૅડો વિદેશ મંત્રી પ્રીતિ પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે એસ્ટોનિયાના વિદેશ મંત્રી માર્ગસ ત્સખ્ના સાથે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના
અંગે પણ ચર્ચા કરી હતી. બહેરીનની આ મુલાકાત પહેલાં ડૉ. જયશંકરે કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીના આમંત્રણ પર કતારની બે દિવસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દોહા ફોરમમાં ભાગ લીધો હતો.

संबंधित पोस्ट

सूरत में 2 साल की बच्ची से रेप की कोशिश: बच्ची के कपड़े उतार रहा था 21 वर्षीय आरोपी, तभी बच्ची की मां पहुंच गई – Gujarat News

Gujarat Desk

धर्मशाला में पैराग्लाइडिंग के दौरान युवती की मौत: 60 फुट गहरी खाई में गिरी, गुजरात की रहने वाली, उड़ान भरते हुए पैराग्लाइडर नहीं खुले – Dharamshala News

Gujarat Desk

पंजाब विधानसभा चुनाव 2022: सुखबीर सिंह बादल ने जलालाबाद से भरा फॉर्म, कहा- अकाली दल की सरकार में हुआ सूबे का विकास

Karnavati 24 News

मुजफ्फरनगर मंदिर में तोड़ी गई देवी की मूर्ति: तनाव के बाद स्थानीय लोगों ने किया सड़क जाम; पुलिस बल तैनात, आरोपित गिरफ्तार

Karnavati 24 News

बहू के भाई की हत्या कर मां ने बदला लिया: तलाक के बाद बेटे ने कर ली थी खुदकुशी, चाकू के 8 वार से आंतें बाहर निकालीं, अंगुलियां भी काटीं – Gujarat News

Gujarat Desk

एमपी के स्कूलों में लगेगा हिजाब पर बैन, स्कूल शिक्षा मंत्री ने किया ऐलान

Karnavati 24 News
Translate »