



સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર – ૦૯ નાં કોર્પોરટર અનિલ સોલંકી દ્વારા એક જાહેર સભામાં બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજમાં ઘેરા પરત્યાઘાતો પડ્યા હતા જેને લઈને સિદ્ધપુર બ્રહ્મ સમાજના યુવાન દ્વારા તેની સામે ફરિયાદ નોંધાવતા સિદ્ધપર પોલીસે અનિલ સોલંકીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધપુરના છટ્ટા પદના મહાડમાં રહેતા જય મનિષકુમાર આચાર્ય જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર અબ તક વોટસએપ ગ્રુપમાં વિડિયો વાયરલ થયેલ આ વીડિયોમાં સિદ્ધપુર નગરાલિકામાં બહુજન મુક્તિ મોરચાના અને વોર્ડ નંબર ૦૯ નાં કોર્પોરેટર અનિલ રેવાભાઈ સોલંકી રહે.નવાવાસ , સિદ્ધપુર વાળાએ આજ થી બે ત્રણ દિવસ અગાઉ એક જાહેર સભા યોજી હતી. આ જાહેર સભાની અંદર અનિલ સોલંકીએ બ્રહ્મ સમાજ અને વણિક ( વૈષ્ણવ ) તેમજ સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાય અને સમાજમાં અંદરોઅંદર વૈમસ્ય ફેલાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ કરેલ જેમાં બ્રાહ્મણ અને વાણિયા દેશને લૂંટી રહ્યા છે , બ્રાહ્મણો ભારત દેશમાંથી નહિ બહારથી આવેલા વિદેશી છે , બ્રાહ્મણ આપણા સમાજના દુશ્મન છે જેવા ભડકાઉ ભાષણ થી લોકોમાં ઉશ્કેરણી કરતા હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું. આ વીડિયો અન્ય ગૃપોમાં પણ વાયરલ થવાથી સમાજની લાગણી દુભાઈ હોવાથી જેને લાઈન આવા ભડકાઉ ભાષણ કરનાર અને સમાજને ધેરમાર્ગે દોરનાર અને સામાજિક વૈમસ્ય ફેલાવનાર અનિલ સોલંકી સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ( રાજ્યકક્ષાના ) પાટણ જિલ્લા યુવા મહામંત્રી જય મનિષભાઈ આચાર્ય દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈ દ્વારા અનિલ સોલંકીની અટકાયત કરી તેમની સામે કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૯ નાં સદસ્ય અનિલ સોલંકી દ્વારા એક જાહેર સભામાં બ્રહ્મ અને વણિક સમાજ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું જેને લઈ શ્રી સિધ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સિદ્ધપુર પ્રાંત અધિકારી , સિદ્ધપુર પોલીસ મથકે પી.આઈ આવેદન પત્ર આપી તાત્કાલિક ધોરણે અનિલ સોલંકી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.