મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીનેટેડ ઓફિસર બી.એમ.ગણાવા દ્વારા ૨૧/૭/૨૦,૨૨/૭/૦૨૦,૨૩/૭/૦૨૦ એમ કુલ ૩ દિવસ મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરી માં કુલ ૨૫ ફૂડ સેફ્ટી ઓફિસર ની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી અને અલગ અલગ બ્રાન્ડની જુદી જુદી બેચના કુલ ૧૪૬ નમૂના ઘી ના લઈ અને ફૂડ લેબોરેટરી વડોદરા મોકલવા માં આવ્યા હતા જેમાંથી ૧૪૫ નમૂનાનું પરિણામ substandard જાહેર થયેલ અને નમૂનામાં Acetylated mono and Diglyceride ની ભેળસેળ મળી આવી હતી અને માત્ર એક નમૂનો પાસ જાહેર થયેલ હતો મહેસાણા દૂધ સાગર ડેરીના સામે કુલ ૧૪૫ કેસ એડજ્યુડીકેટીગ ઓફિસર અને રેસીડેન્સીયલ એડિશલ કલેકટર ની કોર્ટ મહેસાણામાં દાખલ કરવા માં આવ્યા હતા તે પૈકી ફરિયાદી ટી.એચ.પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર નો એક કેસ ચાલી જતાં ૩૧ /૧૨/૦૨૧ ના રોજ ચુકાદો જાહેર થતાં દૂધ સાગર ડેરીના નોમીની નિશિથ બક્ષી ને સામે ગુન્હો સાબિત થતાં તેઓ ને રૂ.૨૫૦૦૦ નો દંડ ભરવા હુકમ કર્યો છે હજી પણ ૧૪૪ કેસ હજી ચાલવા પર છે અને તેનો ચુકાદો હજી બાકી છે