રાજકોટ શહેરનાં વોર્ડનં.૧૭ના એક્શન પ્લાન ના ભાગરૂપે વોર્ડ ના આનંદનગરમાં ૨૧ લાખ અને સાધના સોસાયટીમાં ૨૩ લાખ આમ બંને મળીને આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ) ખાતમુહુર્ત શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના પ્રમુખ જયંતિભાઈ નોધણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ, જગદીશભાઈ વાઘેલા કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, ભાજપ અગ્રણી ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગૌતમભાઈ ગોસ્વામી, લઘુમતી મોરચાના પ્રદેશ અગ્રણી ખુરશીદભાઈ સુમા, મહાવીરભાઈ ઠક્કર, સુરૂભા ઝાલા, હાર્દિકભાઈ બેનાણી વિરેન્દ્રભાઈ ચાવડા, ચિરાગભાઈ ભટ, જે.ડી. રુધાણી, હિતેન્દ્રભાઈ વડેરા, સહીત ના ભાજપ અગ્રણીઓ તેમજ શક્તિસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, કોરસભાઈ ભટ્ટી, અશ્વિનસિંહ જાડેજા, કિરન્તભાઈ દોશી, ધનજીભાઈ ખૂટ, હેમંતગીરી ગોસ્વામી, પ્રકાશભાઈ ભોજાણી, રઘુભાઈ ગઢવી, શિવરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ દાવેરા, રામુભાઈ પ્રજાપતિ, જયેશભાઈ ભટ, પ્રાણજીવનભાઈ પિત્રોડા, મનુભાઈ પરમાર લતાવાસીઓ ભાઈઓ અને બહેનો હાજર રહી આનંદની લાગણી વ્યકત કરી.