Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મોરબીમાં પ્રોપેન ગેસ કટિંગ પ્રકરણમાં સંડોવાયેલ ડ્રાઈવર જામીન મુક્ત થયા હતા

મોરબીમાં પ્રોપેન ગેસ કટિંગ પ્રકરણમાં સંડોવાયેલ ડ્રાઈવર જામીન મુક્ત

મોરબના જુના સાદુળકા ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી હતી. અને તેમાંથી ગેસના બાટલા ભરવામાં આવતા હતા જે ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દેથોડા દિવસ પહેલા જ  3 આરોપીએ જામીન પર મુક્ત થયા હતા. જે બાદ આ પ્રકરણમાં સામેલ ટેન્કરના ડ્રાઈવરે પણ વકીલ મારફત મોરબીની અદાલતમાં જામીન માટે અરજી કરી હતી જે અરજીને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીન મંજુર કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાનાં ગામ જુના સાદુળકા ગામની સીમમાં જે ગુરૂકુળ તરફ જવાના રસ્તે ખુલ્લી જગ્યા પર અશોક લેલન કંપની નું ટેન્કર કંપની નું જુના રજી. નં. GJ-12-AW-OO60 માથી પ્રોપેન ગેસ ભરેલો હતો આ ટેન્કર માંથી ડ્રાઈવર અને અન્ય વ્યકિતઓ ગેસ કાઢવા બાબતે મોરબી તાલુકા પોલીસે તા. ૩૦/૦૭/૨૦૨૨ ના રોજ રાત્રી ના ૯ વાગ્યે ડ્રાઈવર ગુડ્ડૂ નિસાહ, હુબલાલ નીશાદ અને દિપકભાઈ પ્રભાતભાઈ બોરીચા અને ૨મણીકભાઈ ઉર્ફે દિનેશભાઈ ગોંવિદભાઈ ચાવડા અને વિપુલભાઈ વસંતભાઈ મિયાત્રા નાઓ વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ- ૪૦૭, ૪૧૧,૩૦૮,૨૮૫, ૨૮૬, ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરી ચારેયની ધરપકડ કરી હતી. અને તમામને મોરબી કોર્ટ માં રજુ રાખીને આ બધા ના રીમાન્ડ માંગવામાં આવેલા હતા, જેમાં ડ્રાઈવર ગુડ્ડૂ નિસાહના વકીલ તરીકે યોગીરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.

રિમાન્ડ પૂર્ણ થયા બાદ વકીલ યોગીરાજસિંહ જાડેજા દ્વારા મોરબી સેન્સસ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપી પક્ષના વકીલે ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને લઈને સેશન્સ કોર્ટ દ્વારા ડ્રાઈવર ગુડ્ડૂ નિસાહને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

संबंधित पोस्ट

जालन्धर के मशहूर कुल्हड़ पिज्जा कपल पर हुआ केस दर्ज

Admin

યુવતીના પરિવારને પ્રેમ લગ્ન મંજુર ન હોય: યુવતીનું અપહરણ કરી યુવકને ધોકાવી મારી નાખનાર ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

Karnavati 24 News

સુરતની કોર્ટે ફેનિલને ફટકારી મોતની સજા, કહ્યું- કોર્ટ જુએ છે યુવાનો પરની વેબસિરીઝ

એભલ દ્વારા નજીકથી એક ઈસમ હથિયાર સાથે ઝડપાઇ જતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin
Translate »