Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મધરાતે આદિવાસી દંપતી પર હમલો કરી ચાર શખ્શોએ લૂંટ આદરી: લુટેરાઓને પકડવા પોલીસનું સઘન ચેકીંગ

રાજકોટ શહેરમાં ચોરી, લૂંટફાટ અને ઠગાઇના ગુના વધવા લાગ્યા છે. કાયદા વ્યવસ્થાની બાઇક વગર નરાધમો ચોરી લૂંટફાટ કરે છે. પોલિસનો ડર ન હોય તેમ ગુના આચરે છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટના ત્રંબા ગામે ખેતી કામ કરતા આદિવાસી દંપતીને લૂંટારાઓ એ માર મારી ૩૦ હાજરની રોકડ રકમ લૂંટી ગયા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર રાજકોટ ત્રંબા ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના કુંવરસીંગ કેરમસીંગ અજનારા અને તેમની પત્ની કમલાબેન બે વર્ષથી પ્રવિણભાઈ તેજાભાઈની વાડીમાં રહીને ખેત મજુરી કરે છે. ગઈકાલે રાત્રે વાડીમાં દંપતિ પોતાના સાત બાળકો સાથે સુતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો લુંટ કરવા વાડીમાં ઘુસી આવ્યા હતા. ત્રાંટકેલા લુંટારૂઓએ બાળકોની નજર સામે આદિવાસી દંપતિને મારમર્યો હતો. મોડીરાત્રે ગંભીર ઈજા થતાં દંપતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની ભાગોળે આવેલ ત્રંબા ગામે મોડીરાત્રે લૂટેરાઓએ વાડીમાં રહેતા દંપતી મારમારી કરી ૩૦ હજારની રોકડની લુંટ ચલાવી નાસી છુટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દંપતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ સ્ટાફ ઘનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે. લુંટ થતા પોલીસે મોડીરાત્રે નાકાબંધી કરી ત્રંબા પંથકમાં લુંટારૂ ગેંગને ઝડપી લેવા સઘન કોમ્બીંગ હાથ ધર્યું હતું.

संबंधित पोस्ट

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

 કીડાણા પાસે બે મહિલા ૧૦ બોટલ શરાબ સાથે ઝડપાઇ

Karnavati 24 News

ગાઝિયાબાદ: 243 કિલો ગાંજા સહિત 3 દાણચોરોની ધરપકડ એનસીઆરમાં માંગ પુરવઠા પર

Karnavati 24 News

સુરત ના પાંડેસરા વિસ્તાર મા લાશ મળી

Karnavati 24 News

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

જામનગરમાં વિકાસગૃહ રોડ પર આવેલ ફૂડ ઝોન અને ફરસાણની બે દુકાનમાં એજ સાથે તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News
Translate »