Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

બનાસકાંઠાના ભીલડી રેલવે સ્ટેશન પરથી પાકિસ્તાની યુવકની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગુજરાતના બનાસકાંઠાના ભીલડી રેલવે સ્ટેશન પરથી એક પાકિસ્તાની યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભારતના પાડોસી દેશ પાકિસ્તાનથી વિઝા લઈને આવ્યો હતો જો કે આ વિઝા લઈને રાજસ્થાન આવીને યુવક દ્વારા નિયમ ભંગ કરીને યુવતી સાથે બનાસકાંઠાના ભીલડી સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ મામલે વધુ વિગત પ્રમાણે પાકિસ્તાનના સિંધપ્રદેશ રાજ્યના બદીન જિલ્લાના ટડો બાગોના પ્રભુરામ દેસાઈ છેલ્લા ઘણા સમયથી લાંબા ગાળાના વિઝા લઈને રાજસ્થાનના ઝાલોરના ભિન્નમાલના રબારીઓકી ઢાણી ગામમાં રહેતો હતો.

આ યુવકે નિયમોનું ઉલ્લઘન કર્યું હતું અને રાજસ્થાનના કોઈ અધિકારીઓની પરવાનગી લીધા વિના જ વિઝાનો શરતભંગ કરીને ગુજરાતના કચ્છની યુવતી સાથે ભીલડી રેલવે સ્ટેશને પહોચ્યો હતો. ભીલડી આઉટપોસ્ટ રેલવે પોલીસના અધિકારી દ્વારા આ યુવકની સઘન પૂછપરછ કરી હતી અને તેની વધુ તપાસ હાથ ધરવા માટે અટકાયત કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોઈ અનિચ્છિનીય બનાવ ન બને અને ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય તે માટે ગુજરાતની પોલીસ દ્વારા રેલવે સ્ટેશન તેમજ જુદા જુદા બસ સ્ટૅશને શકાસ્પદ લગતા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે તેમજ તણાવની સ્થતિ ન પેદા થાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે. આ યુવકની પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

संबंधित पोस्ट

धारदार हथियार से सिर पर हमलाकर होमगार्ड की वृद्ध मां की हत्‍या, हत्‍यारे ने एक उंगली भी काट डाली

Admin

મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપનું મોત, હાથ-પગ બાંધવામાં આવ્યાઃ 75 લાખનું ઈનામ; 4 લોકોને ફાંસી આપ્યા બાદ હિટ લિસ્ટમાં હતો

Karnavati 24 News

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News

દેવગઢ બારીઆના આપના વિધાનસભાના જાહેર થયેલ ઉમેદવાર ઃ ભરત વાખળાના ભાઈએ લખણગોજીયા ગામે પત્નિના આડા સંબંધની શંકાએ હત્યાનો પ્રયાસ કર્યાેં

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

સુરતમાં બંધુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાયો

Karnavati 24 News
Translate »