સહકારી ક્ષેત્રના અગ્રણી અને ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું તેના વતનમાં અનાવરણ કરાયું હતું જે પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમાનું તેમના વતન લખધીરગઢ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમા અનાવરણ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના સહકારી અગ્રણીઓ અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, મગનભાઈ વડાવિયા સહિત નાફેડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે સ્વ.વાઘજીભાઇ બોડાએ નાના એવા લખધીરગઢ ગામથી રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ પ્રદાન કરી કરેલ કાર્યોને બિરદાવતાં મહાનુભાવોએ આ તકે લખધીર ગઢ ગામ અને બોડા પરિવાર દ્વારા સ્વ.વાઘજીભાઇ ના ઋણ સ્વીકાર તરીકે તેમની પ્રતિમાનું ગામમાં અનાવરણ કરેલ છે.
તે બદલ તમામ મહાનુંભાવો દ્વારા સમસ્ત લખધીરગઢ ગામનાં ગ્રામજનો અને બોડા પરિવાર ને અભિનંદન આપવામાં આવેલ.આ તકે પોતાના પ્રસંગોચિત વકતવ્ય મા મહાનુભાવો દ્વારા સ્વ.વાઘજીભાઇ સાથે ના સંસ્મરણો તરોતાજા કરી ભાવાંજલિ અર્પણ કરેલ. સ્વાગત પ્રવચન દલસુખભાઈ બોડા ફુવારા દ્વારા તથા આભારવિધિ એ. કે. પનારા દ્વારા કરાયેલ.