બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને કોણ નથી ઓળખતુ. દેશ વિદેશમાં કિંગ ખાનના કરોડો ફેન્સ છે. જે તેમની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ ચર્ચામાં છે, જેને વિશ્વભરમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.
ટ્વીટમાં એક મહિલાએ જણાવ્યુ કે કેવી રીતે શાહરૂખના એક ફેન્સે વિદેશમાં તેમની મદદ કરી છે. મહિલાનું નામ અશ્વિની પાંડે છે, જેના ટ્વિટર બાયો અનુસાર તે અશોકા યૂનિવર્સિટીમાં ઇકોનોમિક્સની પ્રોફેસર છે.
પ્રોફેસર અશ્વિની દેશપાંડે ઇજિપ્તમાં એક ટ્રાવેલ એજન્ટ સાથે થયેલા ઇન્ટરએક્શનનો ઉલ્લેખ કરતા ટ્વિટર પર લખ્યુ- ‘ઇજિપ્તમાં એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા પરંતુ પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવતી હતી, ત્યારે એજન્ટે કહ્યુ કે તમે શાહરૂખ ખાનના દેશના છો. મને તમારી પર વિશ્વાસ છે. હું બુકિંગ કરી દઉઁ છું, તમે મને પછી પેમેન્ટ કરી દેજો. જોકે, કોઇ અન્ય કેસમાં હું આવુ નથી કરતો પરંતુ શાહરૂખ ખાન માટે કઇ પણ! શાહરૂખ ખાન કિંગ છે.’
અશ્વિની દેશપાંડેના આ ટ્વીટ પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. ટ્વિટર પર શાહરૂખ ખાનના નામથી બનેલા કેટલાક ફેન પેજે પણ આ ટ્વીટને શેર કર્યુ છે.
મહત્વપૂર્ણ છે કે ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રાહ જોઇ રહ્યા છે. જોકે, કોરોના સંકટને કારણે આ ફિલ્મના શૂટિંગમાં ઘણી તકલીફ પડી રહી છે.