Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપનું આજે મંથન

ગાંધીનગર કમલમ ખાતે અત્યારે ભાજપની બેઠક યોજવામાં આવી છે. 13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપ આજે મંથન કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ આજે જાહેર કરવામાં આવી છે. ત્યારે ડીસેમ્બરમાં મતદાન યોજાશે. ત્યારે આજે નિરીક્ષકોની બેઠક અને મંથન ચાલી રહ્યું છે.

પ્રદેશ કાર્યાલયકમલમ્ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિની બેઠકની શરૂઆત થઈ છે. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં છે.

ખાસ કરીને આજે જે 13 જિલ્લાઓ અને શહેરની બેઠકો પર મંથન કરવામાં આવ્યું છે તેમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સહીતની બેઠકો તેમજ સુરેન્દ્રનગર, ડાંગ, પોરબંદર સહીતની સીટો પર બેઠકોમાં મંથન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં 9 બેઠકમાંથી 2 બેઠક જ ભાજપના ફાળે ગઈ હતી. જેમાં સફળતા મેળવવા કયા ફેક્ટર કામ લાગી શકે છે કોને ટિકિટ આપી શકાય એ તમામ મામલે મંથન અને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મહેસાણા વિસ્તાકમાં વિપુલ ચૌધરીનું સ્ટેન્ડ ચૌધરી સમાજ તરફથી લેવામાં આવી રહ્યું છે. એ સમયમાં નવા કયા ચહેરાને પ્રાધાન્ય આપવું.  આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો તેમને રિપીટ કરવા કે નહીં એ બાબતો પણ જોવામાં આવશે.

બનાસકાંઠાનું રાજકારણ છે તે સહકારી રાજકારણ સાથે જોડાયેલું છે. સહકારીતા ક્ષેત્રે આગેવાનો સક્રીય છે ત્યારે તેઓ ખુદ ટિકિટની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપમાં મોટા માથાઓ છે. તેમને ટિકિટ આપવાને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

આ ઉપરાંત દ્વારકા-પોરબંદરથી આ વખતે ચૂંટણી કોને લડાવવી કે અન્ય કોઈ ચહેરાને પ્રાધાન્યા આપવું કે કેમ તેને લઈને લડાવવી ચર્ચા કરવામાં આવશે. લીંમડી સહીતની બેઠકો પર કેવા પ્રકારના સમિકરણો છે. આ ઉપરાંત ડાંગ અને વલસાડ બેઠક માટે પણ ચર્ચા કરવામાં આવશે. આદિવાસી મતદારો એ મોટા ફેક્ટર છે.

संबंधित पोस्ट

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નોને લઇને જંગી રેલી, અરવલ્લી જિલ્લાના 5 હજાર વનબંધુ જોડાશે

Karnavati 24 News
Translate »