આ અંગે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 4 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યે વાપીમાં VIA ઓડિટોરિયમમાં The comedy fectory indiaનો 6ઠ્ઠો કોમેડી શૉ યોજાવાનો છે. આ કોમેડી શોને ઝાકીર ખાન નામના કોમેડિયન હોસ્ટ કરશે. આ કોમેડી શૉ માટે વડોદરાની એક એજન્સીએ વાપીમાં VIA ઓડિટોરિયમ બુક કરી તમામ ટિકિટોનું વેંચાણ કરી નાખતા હાલ આ શૉ ની ટીકીટ બ્લેકમાં પણ મળવી મુશ્કેલ બની છે. મળતી માહિતી મુજબ શૉના આયોજકોએ આ અંગે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જરૂરી તમામ મંજૂરી મેળવી લીધી છે.
વાપીમાં આયોજિત કૉમેડિયમ કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ સાંજે 6 વાગ્યે VIA હોલમાં ખીચોખીચ મેદની વચ્ચે યોજાશે. જે બાદ આવા જ અન્ય શૉ જેમાં 5મી જાન્યુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરત ખાતે, 6 જાન્યુઆરી ના શ્રી સયાજીરાવ નગરગૃહ વડોદરામાં, 7 જાન્યુઆરી ના ટાઉન હોલ આણંદ માં, 8 જાન્યુઆરીએ એચ. કે. હોલ અમદાવાદ, 9 જાન્યુઆરીએ પણ એચ. કે. હોલ અમદાવાદ, 10 જાન્યુઆરીએ હેમુ ગઢવી ઓડિટોરિયમ રાજકોટમાં, 11 જાન્યુઆરીએ ધન્વંતરિ ઓડિટોરિયમ જામનગર માં યોજાશે.
જો કે આ કોમેડી શૉ અંગે વાપીના નગરજનોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે કે, એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ લોકોને સાવચેત રહેવા ભીડ નહિ કરવા જાહેરાત કરે છે. અપીલ કરે છે. અને બીજી તરફ ભીડ એકઠી કરતા આવા જાહેર કાર્યક્રમોને અને આયોજકોને કાર્યક્રમની પરમિશન આપી કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવે છે. જેમ રાત્રી કરફ્યુ લગાવવાથી કોરોના નહિ થાય? શુ આવા કોમેડી શૉ, નેતાઓની રેલીઓની પરમિશનમાં કોરોના નથી આવતો એવું તંત્ર માને છે? વહીવટી તંત્રની આવી બેધારી નીતિ એ જ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તબાહી મચાવી હતી. જ્યારે હવે ત્રીજી લહેરને પણ વહીવટી તંત્ર ભીડ એકથી કરતા કાર્યક્રમોની પરમિશન આપી ફરી આમંત્રણ આપી રહ્યું છે. જેમાં આખરે પીસાવાનું તો જનતાએ જ છે.