Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે

આજરોજ તા.૦3/૦૧/૨૦૨૨ નાં રોજ ટીમ OPS અને NOPRUF નાં સંયુક્ત ઉપક્રમે ગોંડલ તાલુકા ના સરકારી કર્મચારીઓ દ્વારા નવી પેન્શન સ્કીમ (NPS) નાબૂદ કરી ફરીથી જૂની પેન્શન સ્કીમ (OPS) લાગુ કરવા માટે ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલ તેમજ ગોંડલ નાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા નાં પ્રતિનિધિ શ્રી જ્યોતિરાદિત્ય સિંહ (ગણેશભાઈ) જાડેજા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં કર્મચારીઓ તથા આઇ.ટી.આઇ. ગોંડલ નાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી નવી પેન્શન યોજના ચાલુ કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાત સરકારના ઠરાવથી તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે. ભારત સરકારના NPS હેઠળના કર્મચારીઓને ગ્રેજ્યુઈટી, કુટુંબ પેન્શન, ઘા-ઈજા પેન્શન, અશક્તતા પેન્શન, ખાસ પેન્શન વગેરે જેવા વિવિધ લાભો આપવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવોથી સરકારી કર્મચારીના અવસાન/મૃત્યુના કેસમાં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી, તેઓને ખાતે જમા રકમની ચૂકવણી આપવાની જોગવાઈ તથા રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ, ભારત સરકારના ઉક્ત ઓફિસ મેમોરેન્ડમથી આપવામાં આવેલા તમામ લાભો ગુજરાત સરકારના NPS હેઠળના કર્મચારીઓને આપવામાં આવેલ નથી. વધુમાં, NPS યોજના હેઠળ કર્મચારી/અધિકારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાની ૧૦% રકમ માસિક ફાળા તરીકે કપાત કરી તેટલી જ રકમનો માસિક ફાળો રાજ્ય સરકાર દ્વારા NPS ટ્રસ્ટમાં જમા કરવામાં આવે છે. જ્યારે ભારત સરકારના કર્મચારીઓની માંગણીના અનુસંધાને માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારનો માસિક ફાળો ૧૦% ના સ્થાને ૧૪% કરવામાં આવેલ છે. આમ, ગુજરાતના NPS હેઠળના સરકારી કર્મચારીઓને કુટુંબ પેન્શન સહિતના અન્ય લાભો ન મળવાને લીધે અશક્તતા/મૃત્યુ જેવા કિસ્સાઓમાં કુટુંબના ભરણપોષણ માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે સદર ફાળાની રકમ કર્મચારીના કુટુંબીજનોને પાછી આપવામાં આવે છે. તેમજ ગ્રેજ્યુઇટી તથા રજાનું રોકડમાં રૂપાંતર વગેરે લાભ પણ આપવામાં આવે છે. પરંતુ, જ્યારે નોકરીના શરૂઆતના વર્ષોમાં જ જો કોઈ કર્મચારીનુ અકાળે અવસાન થાય ત્યારે ઉક્ત મુજબના લાભ આપવા છતાં બિલકુલ સામાન્ય રકમ જ કર્મચારીના કુટુંબીજનોને મળવાપાત્ર થાય છે. જેના લીધે સરકારી કર્મચારીના આકસ્મિક અવસાન બાદ તેમના પરિવારજનો માટે આવકનું અન્ય કોઈ સાધન ન હોવાના લીધે જીવન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જાય છે અને ઘણીવાર દારૂણ પરિસ્થિતિમાં પણ મુકાવું પડે છે. આ ઉપરાંત, ગુજરાત સરકારના માસિક ફાળાની ટકાવારી કેન્દ્ર સરકારના ફાળાની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછુ પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે તથા સરકારી કર્મચારીઓમાં તેમના ભવિષ્યને લઈને અસુરક્ષાની ભાવના પેદા થાય છે. કોઈપણ સરકાર માટે તેના કર્મચારીઓ સરકારની યોજનાઓના અમલીકરણ માટેની પ્રક્રિયાના મહત્વપૂર્ણ અંગ હોય છે. પ્રદેશના વિકાસ માટેના આયોજનોને સાકાર કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આપના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર એ એક પ્રગતિશીલ, સંવદેનશીલ, નિર્ણાયક અને મજબૂત સરકાર હોઈ રાજ્ય સરકારના કર્મઠ અને નિષ્ઠાવાન કર્મચારીઓના કુટુંબની સામાજિક સુરક્ષા જળવાઈ રહે તથા કર્મચારીઓ સરકારની કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં નિશ્ચિંત થઈને યોગદાન આપી શકે તે હેતુથી આ સંગઠન નીચે મુજબની માંગણી કરે છે. (૧) હાલ જેટલા પણ સુધારા થયા છે જેમાં તે તમામ તાત્કાલિક પશ્ચાતવર્તી અસરથી લાગુ કરવા અને ભવિષ્યમાં વખતોવખત થનારા સુધારાઓ પણ તુરંત જ mutatis mutandis લાગુ થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવી. ભારત સરકારની નવી પેન્શન યોજનામાં વખતોવખત થયેલ સુધારા મુજબ (અ) NPS ધારકના અવસાન બાદની કુટુંબ પેન્શનની જોગવાઈ ભારત સરકારની તર્જ ઉપર ગુજરાતમાં શરૂ કરવી, (બ) ભારત સરકાર ની જેમ પેન્શન કપાતમાં ગુજરાત સરકારનો ફાળો ૧૦% ના સ્થાને ૧૪% કરવો, (ક) કેન્દ્ર સરકારે તા. ૦૧/૦૧/૨૦૦૪ પહેલાં જાહેરાત આવી હોય અને ભરતી તા.૦૧/૦૪/૨૦૦૫ ના દિવસે કે પછી થયેલ હોય પછી થયેલ હોય તેવા કર્મચારીઓને તા.૧૭/૦૨/૨૦૨૦ ના પરિપત્રથી જૂની પેન્શન યોજનાનો લાભ આપેલ છે તો આ સુધારો પણ ગુજરાત સરકાર હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ કરવામાં આવે. (૨) વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓના અકાળે અવસાન થવાના કિસ્સામાં સરકાર દ્વારા અપાતી ઉચ્ચક નાણાકીય સહાય વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના કિસ્સામાં પણ આપવાની જોગવાઇ કરવી. (૩) આગામી નાણાકીય વર્ષથી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી GPF સહિતની જુની પેન્શન સ્કીમ અમલી કરવી. આ મંડળની ઉક્ત માંગણીઓનો રાજ્યના વિકાસમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપતા સરકારના જ અધિકારીઓ/કર્મચારીઓના હિતમાં ઉક્ત માંગણીઓનો સરકાર દ્વારા તાકીદે સ્વીકાર આવશે તેવી અમારી અપેક્ષા છે.

संबंधित पोस्ट

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

Admin

8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનશે. – પ્રદિપસિંહ વાઘેલા

Admin

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

 અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin