Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વિદ્યાર્થિની સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં ગઈ ત્યારે શિક્ષકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું



અમદાવાદમાં ગુરુની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિદ્યાર્થિની ઇંગ્લિશ શીખવા માટે સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં ગઈ ત્યારે શિક્ષકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે પછી યુવતીના અશ્લીલ ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી. અંતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગુરુ એક એવી વ્યક્તિ કે જે જીવનને સાચી દિશા બતાવે છે અને સારા સંસ્કારનું સિંચન કરે છે. જોકે શહેરના એક ગુરુએ વિદ્યાર્થિનીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીને ઇંગ્લિશ શીખવું હોવાથી તેણે શિવ પ્રસાદ વકીલની ચાલીમાં જીગ્નેશ ગોહેલ દ્વારા ચલાવવામાં આવતા “પ્રોગ્રેસીવ એજ્યુકેશન”માં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કર્યા હતા.

ક્લાસમાં જીગ્નેશ ગોહેલે યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. એક અઠવાડિયા અગાઉ આરોપીએ યુવતીને મોડી રાત્રે બહાર મળવા માટે આવવાનું કહ્યું હતું. જોકે યુવતીએ ના પાડતા તેણે કહ્યું હતું કે જો તું મને મળવા નહિ આવે તો મેં તારા અશ્લીલ ફોટા પાડેલ છે તે ફોટા હું વાયરલ કરી દઈશ તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતીએ તેના ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધેલ તેમ છતાં તે અવારનવાર ફોન કરી બહાર મળવા માટે આવવાનું કહી હેરાન પરેશાન કરતો હતો. જેથી યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી. આરોપી અને યુવતી વર્ષ 2022થી સંપર્કમાં હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા આ કિસ્સામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા, વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો

Gujarat Desk

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ મતદાન 58% ને પાર; 5084 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

Gujarat Desk

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News
Translate »