અમિત શાહની એક પછી એક જંગી સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ 5 જિલ્લાઓમાં સભાઓ ગજવશે. તેઓ આજે અમદાવાદમાં પણ સભા માટે આવી રહ્યા છે. તેમની દિવસ દરમિયાન આજે સભાઓ ચાલશે. આજના દિવસની અંતિમ સભા રાત્રે 8.30 કલાકે નરોડામાં રહેશે.
અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક પછી એક સતત સભાઓ ગજવી રહ્યા છે. અમિત શાહની છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણચ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યાકે અમિત શાહ 5 જિલ્લામાં સભા કરશે.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાંદોદમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. મહુધા વિધાનસભા બેઠકના પ્રચાર માટે શાહ સૌથી પહેલા નડિયાદ જશે અને ત્યાર બાદ અમિત શાહ ઝાલોદ અને વાગરામાં જાહેર સભાઓને સંબોધશે આ ઉપરાંત કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સૂર્ય દરવાજાથી નાંદોદમાં હરસિદ્ધિ માતા મંદિર સુધી રહેશે. આ ઉપરાંત તેઓ રાત્રે અમદાવાદના નરોડા ખાતે જનસભાને સંબોધીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પૂર્વ વિસ્તાર અમદાવાદનો કે જ્યાં કોંગ્રેસને ગત વખતે 5 સીટો મળી હતી ત્યારે ભાજપ દ્વારા પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ શાહની સભાનું આયોજન કરાયું છે.