મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી જિલ્લા કલેક્ટર કચેરી બાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠક માં જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ પંચાલે કોરોના ની કપરી સ્થિતિ ને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો હતો..તો બીજી તરફ કોરોના ની ત્રીજી લહેર મુદ્દે ગુજરાત સરકાર દ્વારા કડક નિયંત્રણો મુકવા માં આવ્યા છે ત્યારે ખુદ ભાજપ ના જ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ની હાજરી માં કોરોના ગાઈડલાઈન ના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે..ખેરાલુ ના મંદ્રોપુર ખાતે શરૂ થયેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપ ના અગ્રણીઓએ સોશ્યલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક પહેર્યા વિના જ હજ્જારો ની ભીડ ભેગી કરી હતી..પરંતુ જિલ્લા પ્રભારી મંત્રી એ કોરોના માટે સજ્જ તંત્ર ની વાત સામે ભાજપ નેતાઓની કોરોના ગાઈડલાઈન ભંગ મુદ્દે કાર્યવાહી કરવા અંગે સ્પષ્ટ બોલવાનું ટાળ્યું હતુઁ.