Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી



(જી.એન.એસ) તા.૧૦

ભાવનગર,

28 શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા લઘુ ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળે તે માટે સરકારની વિવિધ યોજના, કાર્યક્રમ અંતર્ગત મળતી સબસીડી કે લોનનો બેંક ઓફ બરોડા ની મોખડાજી સર્કલ બ્રાંચમાં દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બિલોની મદદથી છેતરપિંડી કરવામાં આવી છે. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર PM એમ્પલોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ, PM મુદ્રા યોજના અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજનાનો દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બિલો રજૂ કરી સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લઈ સરકાર સાથે રૂપિયા 1.01 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓ બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન ક્રેડિટ ઓફિસર, તત્કાલિન બ્રાંચ મેનેજર અને તેના સાથીઓ સહિત 28 શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે ફરિયાદ મુજબ 2023 નાણાકીય વર્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું. જેમાં લોન લેનારાઓએ બનાવટી ઈનવોઈસ બિલો રજૂ કરી નાણાકીય સહાય મેળવી હતી. તેમજ અરજીમાં ધંધાના સ્થળે મશીનરી કે ધંધાનું સ્થળ નહીં મળી આવતા શંકા ઊભી થઈ હતી. અનુસંધાને 24 જેટલા લાભાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાંથી 10 લોકોએ નોટિસ આપ્યાથી લોન ભરપાઈ કરી દીધી હતી, પરંતુ અન્ય લાભાર્થીઓએ લોન ભરી નહીં. રૂપિયા 10135341નું મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બાદમાં મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારૂને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બાદમાં બેંકની ઈન્ટરલન ઈન્કવાયરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે બેંક ઓફ બરોડાના રિજનલ હેડએ ડોક્યુમેન્ટસ સાથે ચેડા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

કોઈપણ વ્યક્તિએ ગોંડલની બેઠક માટે વિચારવાનું નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે: ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા

Gujarat Desk

ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

Gujarat Desk

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂ।. ૧૮૮ કરોડ ફાળવ્યા

Gujarat Desk
Translate »