(જી.એન.એસ) તા. 17
આણંદ,
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છ લોકો દ્વારા 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી મહિલાઓના નામે 84 લાખની લોન કરી કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર મામલો આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં આચરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, આણંમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી આચરવામાં આવી છે. 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી લાખોની છેતરપીંડી આચરવામાં આવી છે. 6 ગઠિયાઓએ મહિલાઓના નામે 84 લાખની લોન કૌભાંડ કર્યું. આણંદના પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં અંજામ અપાયો હતો.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કોભાંડનો પર્દાફાશ કરીને કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે 6 આરોપીને દબોચ્યા છે. મહિલાઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખ્ખોની લોન લેવામાં આવતી હતી. આરોપીઓ મહિલાઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખોની લોન લેતા હતા. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.