(જી.એન.એસ) તા.૧૫
જૂનાગઢ,
ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢ માં શહેરના મધુરમ બાયપાસ પાસે કારમાં આગ લાગતા કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારચાલક કારમાંથી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ફાયરવિભાગને આગની જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે. જૂનાગઢમાં શહેરના મધુરમ બાયપાસ પાસે મોડી રાત્રે કારમાં આગ લાગતા ધુમાડા નીકળતા કાર ચાલક કારમાંથી સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આખી કાર સંપૂર્ણ બળીને રાખ થઈ હતી. ફાયરને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.