રાજકોટમાં ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો
(જી.એન.એસ) તા. 13
રાજકોટ,
રાજકોટના જસદણમાં ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલામાં મળતી માહિત અનુસાર, રાજકોટમા જસદણમાં કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે, પીડિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી અને તેઓ અવારનવાર ફરવા જતા હતા.
આરોપીએ પીડિતાને ફોટો બતાવવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અલગ-અલગ જગ્યાએ લઈ જઈને પીડિતા સાથે દુષ્કર્મ કરતો હતો તેવો પણ આક્ષેપ છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.