Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ વગર સરકારી કચેરીએ પહોંચ્યા તો કાર્યવાહી થશે: ડીજીપી વિકાસ સહાય



(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજ (11/02/2025) થી  આ નિયમનું કડક પાલન કરાવવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિકના પોલીસ મહા નિરીક્ષકને પણ આ કામગીરીનું મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા જણાવવમાં આવે છે. આવતીકાલથી કચેરઓમાં ફરજીયાત પણે હેલ્મટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. જો રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ નહીં પહેરે તો કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના આપવામાં આવી છે.

* સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે.

 * હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે.

 * રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આપી સ્પષ્ટ સૂચના.

 * સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ રહેશે તૈનાત.

संबंधित पोस्ट

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી

Gujarat Desk

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનીત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

Gujarat Desk

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 

Gujarat Desk

માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે રિહર્સલ કર્યું

Gujarat Desk

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News
Translate »