કચ્છમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૨૯ ડિસેમ્બરના રોજ એકસાથે ૧૩ લોકો સંક્રમિત થયા હતા. કચ્છમાં છ મહિના બાદ કોરોના કેસો ડબલ ડિજિટમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. ૧૩ નવા કેસો ઉમેરાતા કચ્છમાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યા વધીને ૨૧ એ પહોંચી હતી. તો બીજી બાજુ રાજકીય મેળાવડા અને નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.