ગત અઠવાડિયા દરમ્યાન રીયા પાટીલ નામની યુવતીએ તેના મોબાઈલથી ઝાલોદ મુવાડા ખાતે રહેતાં કરીયાણાના વેપારી ૨૪ વર્ષીય પાર્થકુમાર મનોજભાઈ પટેલને ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી વાતચીત કરી હતી અને તેઓ વોટ્સએપ નંબર આપી તેનાથી પાર્થકુમાર પટેલના મોબાઈળ નંબર ઉપર વિડીયો કોલ કરીને નગ્ન હાલતમાં થઈ જઈ પાર્થકુમાર પટેલને પણ નગ્ન હાલતમાં થવાનું જણાવેલ અને તેનો વિડીયો પાર્થકુમાર પટેલના ફેસબુક મિત્રોને મોકલવાનું જણઆવી પાર્થકુમાર પાસેથી પ્રથમ વખત રૂા. ૭૨૦૦ ની માંગણી કરી હતી પરંતું પાર્થકુમાર પેટેલે પ્રથમ ૫૦૦૦ અને બીજી વાર રૂા. ૨૨૦૦ તે પછી રૂા. ૧૫૦૦૦ તે પછી રૂા. ૧૦,૦૦૦ અને છેલ્લા રૂા. ૧૫,૦૦૦ એમ કુલ મળી રૂા. ૪૭,૨૦૦ ફોન પે કરી સુનીલ બગેલ નામના વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. આ ઠગથી પીછો છોડવવા પાર્થકુમાર પટેલે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
previous post