Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલબિહારી વાજપાઇના જન્મદિન નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સાધનસામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અધ્યક્ષ પદેથી કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આ દેશ કૃષિ અને ઋષિનો દેશ છે અને તેથી જ જગતના તાતનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. ખેડૂતોની આવક વધે, ખેડૂત સમૃદ્ધ બને તે માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશ ખેડૂતોની પડખે ઊભી રહી છે તેમજ ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે સમયસર ટેકાના ભાવ જાહેર કરી જણસની ખરીદી કરી મદદરૂપ થવા પ્રયાસરત છે. ઉપસ્થિત ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે સૂચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરને લીધે કેન્સર જેવા રોગો થાય છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટે છે ત્યારે પ્રાકૃતિક ખેતી વડે ઉત્પાદન ગુણવત્તા યુક્ત બને છે, ઉત્પાદનના સારા ભાવ મળે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે તેમજ જમીનની ફળદ્રુપતા જળવાય છે. મંત્રીશ્રીએ આ તકે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિભાગોની વિવિધ યોજનાઓથી ઉપસ્થિત સૌ ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને રાજ્ય સરકાર આ તમામ યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થવાના તમામ પગલાઓ લઇ રહી છે તેમ ઉમેર્યું હતું. કૃષિ મંત્રીએ આ પ્રસંગે રાજકોટ, બન્ની તેમજ કાંકરેજ ખાતેની પશુપાલન વિભાગની કચેરીઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું તેમજ બે હજારથી વધુ લાભાર્થીઓને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, રાજ્ય કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, જિલ્લા કક્ષા-બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, કાંટાળી તાર સહાય, ગૌ-સેવા અને ગૌચર બોર્ડ અંતર્ગત સહાય, વિના મિલ્યે છત્રી વિતરણ તથા મધમાખી ઉછેર સહાય પ્રમાણપત્ર, જમ્બો પ્લાસ્ટિક કેરેટ, કિશાન ક્રેડીટ કાર્ડ, મૈત્રી કીટ/પ્રમાણપત્ર વિતરણ, ખાણ-દાણ વિતરણ કીટ, સ્માર્ટ ફોન મંજુરીપત્ર, ટ્રેકટર તથા માલવાહન પરિવાહન સહાય મંજુરીપત્ર, રોટાવેટર તથા અન્ય સાધનો સહાય મંજુરીપત્ર, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય પ્રમાણપત્ર, બાગાયત અધિકારી નિમણૂક પત્ર સહિતના લાભો એનાયત કર્યા હતા. તેમજ ૧૩ મોબાઇલ પશુ દવાખાના, ૪૪૫ ટ્રેક્ટર સહાય તેમજ ૧૩ મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના હેઠળના વાહનોને લીલીઝંડી આપી લોકાર્પિત કર્યા હતા. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ જેસડિયાએ પોતાના કૃષિ અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

संबंधित पोस्ट

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેરસભા સંબોધી

Admin

‘ભાજપ-આરએસએસ નફરત ફેલાવે છે’, સીએમ ભૂપેશે કહ્યું : આનાથી દિલ જીતી શકાય નહીં, રામ પર રાજનીતિ કરી રહ્યા છે

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News