Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ


(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

– વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે.

– દેશમાં મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે.

– આજે લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.          

                                                                                                                

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં દ્વીદિવસીય મહોત્સવ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ  દેશ અને દુનિયાને બતાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧  ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે.

તેમના વિઝનરી નેતૃત્વમાં જનતાની સુખાકારીને હંમેશા પ્રાધાન્ય અપાયું છે અને તેમના જનકલ્યાણલક્ષી અભિગમને સાર્થક કરતો આ કાર્યક્રમ છે.

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા બરછટ ધાન્યો આપણો વારસો છે.

વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા આ સ્વાસ્થ્યપ્રદ ધાન્યના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.

શ્રી અન્નની  લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને  હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.

આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ  સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

એટલું જ નહિ મોટી સંખ્યામાં એફ.પી.ઓ. પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વ-સહાય જૂથની મહિલાઓ પણ હવે મિલટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,  મિલેટ્સની ખેતી ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ, દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે.

તેમણે કહ્યું કે, ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાના વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવનું સમર્થન વિશ્વના ૭૨ દેશોએ કર્યું હતું. 

તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર મિલેટની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.

પર્યાવરણ સુધરે તેમજ ખેડૂતને પણ આર્થિક ફાયદો થાય તે માટે પ્રાકૃતિક ખેતી અને મિલેટ પાકોની ખેતી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે.

રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર આવશે.

વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જગાવશે..

રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. અંજુ શર્મા, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, કૃષિ, આત્મા અને બાગાયત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ

Gujarat Desk

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

Gujarat Desk

પોરબંદર પોર્ટે છેલ્લા પાંચ વર્ષમાં ૯૪.૫૦ લાખ મેટ્રીક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરીને રૂ.૧૦૦ કરોડ જેટલી આવક મેળવી: મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk
Translate »