પોરબંદરનાં દરિયાઇ મહેલના રીનોવેશન માટે સરકારે ફેશ-રની કામગીરી માટે ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજારની રકમ મંજુર કરી છે. ફેશ-૧ની કામગીરી પૂર્ણ થયાં બાદ ફેશ-રની કામગીરી શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તો ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ શિક્ષણ વિભાગના સચિવને રજૂઆત કરતાં ફેશ-રની કામગીરી માટે મોટી રકમ મંજૂર કરતાં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો હતો. પરંતુ તેની જાળવણીના અભાવે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ્. અને એમ.એ. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર કરવું જરૂરી બની ગયું હતું. ત્યારે પોરબંદરની ક્નર્ઝવેટરી દ્વારા દરીયાઇ મહેલ માટે જસ્ટીસ ફોર આરજીટીની ટીમે અનેક લડત ચલાવી હતી. ત્યારબાદ પ્રથમ ફેઝમાં રૂપિયા ૭ કરોડ ૩૧ લાખ જેવી માતબર રકમ સરકારે મંજુર કરી હતી અને દોઢ વર્ષ પહેલા તેનું રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પુર્ણ થયા બાદ બીજા ફેઝમાં રૂપિયા ૧૭ કરોડ ૩૪ લાખ ૯૦ હજાર રૂપિયાનું ટેન્ડર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાની રજૂઆત બાદ બહાર પડયું છે અને આ કામગીરી ઝડપથી આગળ વધે તેવો શહેરીજનોને આશાવાદ જણાઈ રહ્યો છે.
