રાજ્યમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેમાં આશિત વોરા જે ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી સામે પણ છેલ્લા પાંચ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. જે દરમિયાન સતત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા ઉપવાસ છાવણી થી સારવાર અર્થે શહેરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય ચેક અપ માટે રેગ્યુલર ટીમો આવતી નથી. ત્યારે ઉપવાસ પર ઉતરેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.