Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે ટેન્ડર પ્રક્રિયા મંજૂર થતાં ત્રણ માસમાં કામગીરીનો આરંભ થશે કઠલાલ અને કપડવંજ તાલુકામાં રૂા.41.60 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે કઠલાલ અને કપડવંજ તાલુકાની 71 શાળાના 320 વર્ગખંડોને નવા બનાવવા સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને તાલુકામાં 40 થી 60 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળાઓના 320 વર્ગખંડો અત્યંત જર્જરિત અને ભયજનક થઈ ગયા હતા. જેથી આ વર્ગખંડો ઉતારી નવા બનાવવા માંગ ઉઠી હતી. વર્ગખંડો ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય શાળામાં અભ્યાસ કરતા બાળકોને અન્યત્ર બેસાડી અભ્યાસ કરાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી અને બાળકોના અભ્યાસ ઉપર તેની ગંભીર અસર પડતી હતી. તેથી જર્જરિત અને ભયજનક થઈ ગયેલા વર્ગખંડો તોડી નવા વર્ગ ખંડોના બાંધકામ માટે મંજૂરી મેળવવા શાળાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે લોકોની રજુઆત મળતા રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ રજૂઆતો પહોંચાડવામાં આવી હતી. જે બાદ કપડવંજ તાલુકાની 36 સરકારી પ્રાથમિક શાળાઓના 156 વર્ગખંડો અને કઠલાલ તાલુકાની 35 સરકારી પ્રાથમિક શાળાઓના 164 વર્ગખંડો તોડી નવા વર્ગ ખંડોના બાંધકામ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રૂ. 41.60 કરોડના ખર્ચે નવા બનનારા આ વર્ગખંડો માટે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થતાં વધુમાં વધુ બેથી ત્રણ મહિનાની અંદર મંજુર થયેલા નવા વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

 મોડી રાત સુધી ચાલી વાપી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો કેજરીવાલને મળ્યા

Admin
Translate »