તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોનુ રાજકીય પક્ષો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિસાવદરમાં લેરીયા ગામે નવા ચૂંટાયેલા સરપંચ ને શુભકામના આપવા માટે ભાજપ-કોંગ્રેસ ના અગ્રણીઓએ સરપંચને એકી સાથે શુભેચ્છા પાઠવી હતી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ભાજપમાંથી અગાઉ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા કનુભાઇ ભાલાળા સહિતનાઓએ એકીસાથે લેરિયા ના સરપંચ ને શુભકામના પાઠવી અનોખી ખેલદિલી દાખવી હતી