Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

લખતર ખાતે શિયાણી દરવાજા પાસે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતા ઇસુદાનભાઈ ગઢવીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ ખેડૂત સેલનાં પ્રમુખ રાજુભાઈ કરપડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા..આ અંગે મળતી માહિતી મુજબ જીલ્લામાં હાલમાં કમોસમી અને પાછોતરા વરસાદને કારણે ૧૨૨ જેટલા તાલુકામાં પાકને નુકશાન થયું છે અને સરકાર દ્વારા માત્ર ૩૨ તાલુકાઓમાં જ વળતર આપ્યું છે. તેમજ કોરોનાકાળમાં મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે ખોટા પોઝિટિવના રિપોર્ટ કરાવીને ભાજપના નેતાઓ કવોરન્ટાઈન થઈને ઘરે બેસી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આપ નેતા મહેશ સવાણીની હોસ્પિટલો પણ ઇરાદાપૂર્વક ભાજપના મળતીયાઓએ બંધ કરી દીધી હોવાનું અને ગુજરાતમાં દારૂબંધી અંગે સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં દૂધ કરતાં તો દારૂની વધારે હોમ ડિલિવરી થાય તેમ પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ જણાવી પ્રહારો કર્યા હતા. તેમજ સરપંચ બની નગરસમિતી બનાવી ગ્રામજનોની મુશ્કેલી દૂર કરવા જણાવ્યું હતું. ઉપરાંત આમ આદમી પાર્ટીને રાજકારણનો ‘ર’ નથી આવડતો પણ કામ નો ‘ક’ આવડે છે તેમ જણાવી સરકાર બનાવવા આહવાન કર્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રવકતા વિક્રમભાઈ દવે, પ્રદેશ ખેડૂત સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ સહમંત્રી કમલેશ કોટેચા તથા પરસોત્તમ મકવાણા તેમજ જિલ્લા આપના પ્રમુખ હિતેશ બજરંગ, લખતર પંચાયતના સરપંચપદના ઉમેદવાર દમયંતિબેન વૈષ્ણવ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

संबंधित पोस्ट

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

Karnavati 24 News

કણૉવતી 24 ન્યુઝ ચેનલના કુંકાવાવ-વડીયા તાલુકાના રીપોટર પત્રકાર પ્રકાશભાઇ જી.

Karnavati 24 News

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા