Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. 31st ડિસેમ્બર નાઈટ પાર્ટીમાં શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીઓની લિજ્જત અને DJના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં 2 કે 3 દિવસના પ્રવાસએ આવે છે.

આ વખતે દમણની હોટેલોમાં 31st નાઈટ પાર્ટીના આયોજન અંગે કોવિડ ગાઈડલાઈનના કારણે અસમંજસ ભરી સ્થિતિનું નિર્માણ થતા હોટેલ સંચાલકો અને પ્રવાસીઓ પ્રશાસનની નાઈટ કરફ્યુ ગાઈડલાઈનમાં ફેરફર થાય તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

સંઘપ્રદેશ દમણમાં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડેદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ 31st નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. 31st નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધાની ઓફર કરતા પેકેજની જાહેરાત કરવામાં આવે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.

દમણમાં આ વખતે 31st નાઈટ પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી છે. તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ 12 વાગ્યા સુધી થતી DJ પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ 12 વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે 11 વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે.

દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ મનાવે છે આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જુવે છે અને જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ, સી-ફૂડ વાનગીઓનો સ્વાદ લે છે. દર વર્ષની જેમ દમણની તમામ હોટેલોમાં 31st નાઈટ પાર્ટીને લઈને પ્રવાસીઓ બુકિંગ માટે તેમજ પાર્ટીના આયોજન અંગે ઇન્કવાયરી કરી રહ્યા છે. હોટેલ સંચાલકો હાલની પરિસ્થિતિ વર્ણવી કહે છે કે, જો પ્રશાસન દ્વારા ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવશે તો જ બુકિંગ સ્વીકારાશે. સાથે જ કોરોના મહામારીમાં સાવચેતી રાખી હાલમાં હોટેલમાં રોકાયેલા અથવા રોકાવા આવનાર પ્રવાસીઓને પણ સહકાર આપવા અપીલ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ

Karnavati 24 News

ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને ED સમક્ષ હાજર થયા ડીકે શિવકુમાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ- રસ્તો કાઢવો પડશે

Karnavati 24 News

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News