Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

મંત્રીએ સમિતિના પ્રમુખ પૂજાભાઇ અને સમિતિના અન્‍ય સદસ્‍યો સાથે વાપીના VIA હોલ ખાતે પ્રમુખ અને એડવાઇઝરી કમિટિના સભ્‍યો સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્‍થિત રહીને VIAની કામગીરી અને પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, કોવિડ 19 જેવી મહામારીમાં પણ રાજય અને કેન્‍દ્ર સરકારના રાહતફંડમાં રૂા. 50 કરોડ અને વલસાડ જિલ્લા કલેકટરને રૂા. 10 કરોડ જેવી માતબર રકમ આપી હતી.

આ ઉપરાંત કોવિડમાં VIA ખાતે વાપીના ઔદ્યોગિક ઉત્‍પાદનમાં કામ કરતાં કામદારો અને તેમના પરિવારોને આજદિન સુધીમાં 49800 લોકોનું વિના મૂલ્‍યે વેકસીનેશન કરીને રાજય સરકારને સહાયરૂપ થયા છે. ત્‍યારબાદ સમિતિના સભ્‍યોએ વાપીના ગ્રીન એન્‍વાયરો હેઠળના CETP પ્‍લાન્‍ટની સ્‍થળ મુલાકાત લીધી હતી. આ પ્‍લાન્‍ટની કામગીરી નિહાળી હતી. સમિતિએ ઉદ્યોગનગરી ગણાતી વાપી નગરમાં ઉદ્યોગના વિકાસની સાથોસાથ GIDC એસ્‍ટેટમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ ક્ષેત્રે પણ જતન કરવાની કાળજી લીધી છે એ બદલ VIAને અભિનંદન આપ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, જાહેર હિસાબ સમિતિની કામગીરીની પૂર્વભૂમિકા આપતાં જણાવ્‍યું હતું કે, સરકારના તમામ વિભાગોને તેમના યોજનાકીય ખર્ચ માટે બજેટમાં જે નાણાં ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ યોગ્‍ય રીતે થાય છે કે નહિં તેની દેખરેખ રાખવાનું કામ જાહેર હિસાબ સમિતિનું છે. રાજયના વિકાસમાં ઉદ્યોગો આવશ્‍યક છે પરંતુ તેની સાથોસાથ પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂર છે એમ જણાવ્‍યું હતું.

આ સમિતિના વાપી જી. આઇ. ડી. ના તમામ સ્‍થળોની મુલાકાતમાં સમિતિના સભ્‍યો આત્‍મારામભાઇ પરમાર, વિવેકભાઇ પટેલ, ર્ડા. અનિલભાઇ જોશીયારા, બળદેવજી ઠાકોર, ભગાભાઇ બારડ, વિરજીભાઇ ઠુમ્‍મર અને વાપી વી. આઇ. એ. ના પ્રમુખ કમલેશભાઇ પટેલ તેમજ વાપીના અગ્રણી ઉદ્યોગપતિ હાજર રહયા હતા.

संबंधित पोस्ट

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

Karnavati 24 News

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓફિસમાં રહેતો અનિલ હેગડે એટલો સમર્પિત છે કે તેણે લગ્ન પણ કર્યા નથી.

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News
Translate »