જામનગરની એક વેપારી પેઢીના સંચાલક દ્વારા પોતાની જરૂરિયાત માટે રૂપિયા બે લાખની રકમ મેળવી લીધા પછી ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી પાછો ફરતાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે વેપારી પેઢીના સંચાલક ને તકસીરવાન ઠરાવી ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. જામનગરમાં ગીતા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા નિલેશ નાનજીભાઈ વાણિયાએ પોતાને નાણાંની જરૂરિયાત ઊભી થતાં જામનગરના ટીબી હોસ્પિટલ પાછળ રહેતા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા પાસેથી ૨ લાખ રૂપિયા હાથ મેળવ્યા હતા, અને તેના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નિયત તારીખે નાણાંના અભાવે પાછો ફરતાં રઘુવીર સિંહ ઝાલા દ્વારા જામનગરની અદાલતમાં નિલેશ વાણીયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી વેપારીને તકસીરવાન ઠરાવ્યો હતો, અને ૬ મહિનાની જેલ સજા, તેમજ ચેક મુજબની રકમ રૂપિયા બે લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. જે ફરિયાદીને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ કર્યો છે.

previous post