Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જિલ્લા કલેકટર ક્ષિપ્રાના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી આ કેમ્‍પમાં દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળાની પણ નોંધણી કરવામાં આવશે

આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ ભારત સરકારની એડિપ યોજના અન્‍વયે જિલ્‍લા વહીવટીતંત્ર અને એલીમ્‍કો ઉજૈનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬ ઠ્ઠી એપ્રિલ થી તા. ૧૧ મી એપ્રિલ સુધી જિલ્લાના દિવ્‍યાંગજનો માટે સાધન સહાય માટે આકલન અને તપાસણી કેમ્‍પોનું વલસાડ, ધરમપુર, કપરાડા, વાપી અને ઉમરગામ, ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં દિવ્‍યાંગજનોને કૃત્રિમ અવયવોમાં કૃત્રિમ હાથ- પગ, જેમને ચાલવામાં તકલીફ થતી હોય તેમના માટે વ્‍હીલચેર, સી. પી. ચેર, ટ્રાયસીકલ, ઇલેકટ્રીક મોટર, સાયકલ, ઘોડી, કેલીપર્સ, અંધત્‍વ હોય તેવા દિવ્‍યાંગજનો માટે વોકીંગ સ્‍ટીક, મોબાઇલ અને ડેઇઝી પ્‍લેયર, સાંભળવાની તકલીફ હોય તેમને માટે સાંભળવાનું મશીન, માનસિક બીમારીવાળા માટે એમ. આર.કીટ આપવા માટે આ કાર્યક્રમ અન્‍વયે સંબધિત તાલુકાના કેમ્‍પ સ્‍થળે જે તે દિવસે સવારે ૯.૦૦ કલાકથી નોંધણી કરવામાં આવશે. જે મુજબ તા. ૦૬ ઠ્ઠી ના રોજ સાંસ્‍કૃતિક હોલ ધોડીપાડા, ઉમરગામ, તા. ૭ મી ના રોજ શ્રી હાલારી વિશા ઓસવાલ સમાજ, છરવાડા ગામ, પ્રમુખ હિલ્‍સની આગળ વાપી, તા. ૮ મી ના રોજ આદર્શ નિવાસી શાળા, બામટી, ધરમપુર, તા. ૯ મી ના રોજ કોમ્‍યુનીટી હોલ કપરાડા અને તા. ૧૦ અને તા. ૧૧ ના રોજ વલસાડની સિવિલ હોસ્‍પિટલના પ્રથમ માળે નોંધણી કરવામાં આવશે. આ કેમ્‍પમાં જે દિવ્‍યાંગજનોની વાર્ષિક આવક રૂા. ૧,૮૦,૦૦૦ થી ઓછી હોય તેવા દિવ્‍યાંગજનોએ દિવ્‍યાંગતાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, રહેણાંકનો પુરાવો, રેશનકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે કેમ્‍પ ખાતે લઇ જઇ નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળા માટે પણ નોંધણી કરવામાં આવનાર છે તે માટે દિવ્‍યાંગજનોએ તેમના લીવીંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રો, જાતિ અંગેનો દાખલો, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, આધારકાર્ડ અને દિવ્‍યાંગતાનું પ્રમાણપત્ર, અસલ અને ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે. આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્‍લા સેવા સદન-૧, ત્રીજો માળ, વલસાડની કચેરીના સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૨૭૬૩ પર કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી. ડી. ગાહિલ તરફથી જણાવાયું છે. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લાના મીડિયાકર્મીઓ, માહિતી ખાતુ વલસાડના સીનીયર સબ એડિટર અક્ષય દેસાઇ અને માહિતી મદદનીશ મહેશ પટેલ અને સંબધિત ખાતના અધિકારીઓ હાજર રહયા હતા.

संबंधित पोस्ट

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

પીએમ મોદી અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં ભાગ લેશે, લોકોને સંબોધશે

Karnavati 24 News

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ ચાર મહાનગરોની ટી.પી.ને.મંજૂરી આપી, વિકાસની ગતિ આગળ વધશે

Karnavati 24 News
Translate »