ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો પડઘો આજે સંસદમાં પડયો હતો તથા કોંગ્રેસના સીનીયર નેતા તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા આમ આદમી પાર્ટીના સંજયસિંહે ઉપલા ગૃહમાં નિયમ 267 હેઠળ નોટીસ ફટકારી હતી. ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોના મોત થયા છે અને તથા અગાઉ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા આ લઠ્ઠાકાંડની હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ તપાસ લઠ્ઠાકાંડ તથા રાજયમાં ગેરકાનુની રીતે વેચાતા શરાબ માટે જવાબદાર પોલીસ અધિકારી સામે તપાસ તથા જેમાં ઝેરી શરાબ પીને મૃત્યુ પામ્યા છે. તેઓના નજીકના સગાને સહાય સહિતની માંગ કરી હતી. આજે ગોહિલે આ મુદે રાજયસભામાં સભા મોકુફીની દરખાસ્ત કરી હતી. જો કે આજે રાજયસભાએ અનેક મુદા પર ભારે હંગામો થયો હતો અને અધ્યક્ષ દ્વારા બે વખત ગૃહ મોકુફ રાખવાની ફરજ પડી હતી. *રાજ્યમાં દારૂબંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે ગૃહમાં તથ્ય રજૂ કરશે : વિપક્ષના સાંસદ શક્તિસિંહ ગોહીલ તથા ‘આપ’ના સાંસદ સંજયસિંહે નિયમ 267 હેઠળ ચર્ચા માંગી : હાઇકોર્ટના સીટીંગ જજ મારફત તપાસ તથા પોલીસ અધિકારીઓ સામે એકશન તથા ભોગ બનનાર પરિવારને વળતરની માગણી કરશે*.

previous post