અંજારમાં વરસામેડી રહેતા ૧૯ વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. અને માંડવીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું. એમ બે અપમૃત્યુના બનાવો બન્યા હતા. અંજારના વરસામેડીમાં બાગેશ્રી બંગલોઝમાં મકાન નં. ૧૪૨ માં રહેતા ૧૯ વર્ષીય પ્રકાશ બાબુલાલ બિશનોઈ ગઈ કાલે સવારે ન્હાવા માટે બાથરૂમ ગયા હતા ત્યાં બાથરૂમમાં રાખેલા ગરમ પાણીના હિટર માંથી તેને વીજ શોક લાગતા તેને સારવાર માટે આદિપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતથી મૃત્યુ થયું હોવાની નોંધ કરી હતી અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ માંડવી તાલુકાના પદમપુર ગામમા વાડીમાં રહેતા ૨૨ વર્ષીય રણજીત મહેન્દ્રભાઈ નાયકા નામના ખેતમજુરે ગત ૨૧ ડિસેમ્બરની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઈયળ મારવાની દવા પી લીધી હતી અને તેની અસરથી તે બેભાન થઈ ગયો હતો. યુવકને પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પછી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં તેને અંતિમ શ્વાસ લીધો હતો. મૃતકના પિતાએ આપેલ જાહેરાત પરથી ગઢશીશા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

previous post