ગાંધીધામ તાલુકાના કીડાણાથી શિણાંઇ જતાં કાચા રસ્તે એક્ટિવા પર જઈ રહેલી બે મહિલાઓને પોલિસે પકડી હતી. આ મહિલા પાસેથી ૧૦ દારૂની બોટલો જેની કિંમત રૂ.૮૫૦૦ હતી તે મળી આવી હતી અને પોલીસે તે જપ્ત કરી હતી. પોલીસને યોગ્ય બાતમી મળતા કિડાણા બાજુ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તેવામાં એક એક્ટિવા પર આવતી બે મહીલાઓ પાસે દારૂની બોટલો હોવાની માહીતી મળેલ હતી જેથી સમરશાપીર દરગાહ પાસે કિડાણાં થી શીણાંઈ જતાં રસ્તા પર પોલીસે ચેકીંગ ગોઠવી હતી. એક્ટિવા નંબર જી.જે.૧૨ ડી એફ ૬૬૫૯ પર સવાર બે મહિલાઓ આવતી જણાતાં તેને રોકીને તેની આગળ પડેલી પેટી તપાસતા તેમાં દારૂની બોટલો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પુનીત નગર કીડાણાંમાં રહેતી સંગીતાબેન આંનદ ગેહલોત તથા ભારતીબેન કસ્તુરચંદ ધવલની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલી બ્લેન્ડર પ્રાઇડની ૧૦ બોટલોની કિંમત રૂ.૮૫૦૦ હતી જે જપ્ત કરવામાં આવી હતી.
