ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલી બે વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યા છે. પીડીપીયુ રોડ પર આવેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એડમિશન લેનાર બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા બંને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના ચોથા દિવસે ટેસ્ટ કરાયા ત્યારે નેગેટિવ હતો. જ્યારે આઠમા દિવસે કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે હાલ 22 અને 23 વર્ષના બંને વિદેશી વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલો છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2835 લાભાર્થીઓને 54 સેન્ટરો પર રસી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 836652 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 801480 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયો છે.
