સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બીકોમના પેપર લીક મામલે 11 જિલ્લાઓમાં પ્રત્યાઘાત પડ્યા છે. દરેક જિલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પરીક્ષા રદ કરવાની અને એક એક ઉમેદવારને રૂપિયા 50 હજાર આપવાની માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં બી. કોમનું પેપર લીક થતા વિધાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા યુવા પ્રમુખ ધવલ ઝાલાની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી યુનિવર્સીટીના કુલપતિને હોદ્દા પરથી હટાવવા અને કશુરવારો સામે તાત્કાલિક આકરા પગલાં લેવા માંગ ઉઠવી છે આ ઉપરાંત રદ થયેલી પરીક્ષા ના ઉમેદવારોને મહેનત પેટે 50 હજારની રકમ ચૂકવવા અને પ્રામાણિક અધિકારીની કુલપતિના પદે નિમણુંક કરવા સહિતની માંગ ઉઠવી છે.

previous post