Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

જામનગર તા.25: જામનગર બાર એસોસિએશનના વર્ષ 2022ના હોદેદારો માટેની ચૂંટણીનું ગઈકાલે ઉત્સાહભર્યા માહોલમા મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ જામનગર બારનું સુકાન સતત આઠમી વખત પ્રમુખ ભરતભાઇ સુવાના હાથમાં આવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવાનો જંગી લીડથી જબરદસ્ત વિજય થયો છે. જામનગર બાર એસોસીએશનના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે ગઈકાલે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વકીલોના અભૂતપૂર્વ ઘસારાને લઈને લાંબી લાઈનો લાગી હતી ત્યારબાદ સાંજના સમયે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો આ જંગમાં ભરતભાઇ સુવાને 584 મત મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગમા 395 મત મળતા અશોકભાઈ જોષીએ જીતનો સ્વાદ ચાખ્યો હતો. વધુમાં મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા વચ્ચે ત્રી પંખીયા ચૂંટણી જંગમાં 508 મત સાથે મનોજભાઈ ઝવેરીએ ઝળહળતી જીત મેળવી હતી. તેમજ લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં હતા જેમાં 542 મત મળતા જાડેજા જયદેવસિંહનો વિજય થયો હતો. તથા સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા વચ્ચેના જંગમાં વનરાજસિંહ ચુડાસમાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્ય તરીકે ગછર દિપક, પરેશ ગણાત્રા, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, ચાંદની પોપટ, મૃગેન ઠાકર અને કે.કે.વિસરીયા ચુંટાયેલા જાહેર કરાયા હતા.

संबंधित पोस्ट

મોડાસામાં યુવતીએ જન્મ દિવસ કેક કાપી નહીં પણ પક્ષીઓના આશિયાના નું વિતરણ કરી ઉજવણી કરી

Karnavati 24 News

કેરળમાં રાહુલ ગાંધીની ઓફિસ પર હુમલા બાદ મોટી કાર્યવાહી, DSP સસ્પેન્ડ, ADGP કરશે તપાસ

Karnavati 24 News

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર અને આંદોલનકારી રાહુલ રાવલ આપમાં જોડાયા

Karnavati 24 News

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

Admin

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ